Morbi is globally famous as a ceramic manufacturing hub. However, heavy industrialization and geographic conditions have deeply affected the groundwater table. The groundwater hardness, measured as Total Dissolved Solids (TDS), is extremely high across residential and industrial zones.

What is TDS?

TDS refers to the inorganic salts (principally calcium, magnesium, potassium, sodium, bicarbonates, chlorides, and sulfates) dissolved in water. While body needs trace minerals, drinking water with extremely high TDS causes long-term health concerns.

Groundwater Reality in Morbi Areas

  • Ravapar Road & Vavdi Road: Residential societies here report groundwater TDS between 1000 and 1500. Water feels hard, soap doesn't lather easily, and scaling is common on bathroom tiles.
  • Mahendranagar & Shanala Road: Rapidly expanding suburbs experience TDS levels ranging from 1200 to 1800. Drinking this water raw can lead to kidney stones, hair fall, and dry skin.
  • Lakhdhirpur Road & Ghuntu Road: Ceramic industrial belts show groundwater TDS reaching up to 2500+. Factories operating here require heavy-duty multi-stage commercial or industrial RO plants (250 LPH, 500 LPH, or 1000 LPH) to supply safe drinking water to labor quarters.

What is the Ideal Drinking Water TDS?

According to the World Health Organization (WHO), water below 300 TDS is excellent. Raw groundwater in Morbi is unsafe for direct drinking. A professionally maintained RO purifier uses a TDS Controller (Modulator) to stabilize the final drinking water between 80 TDS and 120 TDS. This ensures that the water remains light, sweet, and retains just the right amount of healthy minerals.

મોરબી સિરામિક ઉદ્યોગ માટે આખા વિશ્વમાં જાણીતું છે. પરંતુ મોટા પાયે ઉદ્યોગો અને જમીનની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીના ભોંયતળિયાના (બોરના) પાણી ખૂબ જ ક્ષારયુક્ત છે. પાણીમાં રહેલા આ ક્ષારને વૈજ્ઞાનિક ભાષામાં TDS (Total Dissolved Solids) કહેવામાં આવે છે. મોરબીના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે:

TDS શું છે?

TDS એટલે પાણીમાં ઓગળેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ક્લોરાઇડ અને સલ્ફેટ જેવા મિનરલ્સ. સામાન્ય માત્રામાં આ જરૂરી છે, પણ જો તેનું પ્રમાણ હદ બહાર વધી જાય તો તે શરીર માટે ઝેર સમાન બની જાય છે.

મોરબીના જુદા-જુદા વિસ્તારોમાં ક્ષારનું વાસ્તવિક પ્રમાણ

  • રવાપર રોડ અને વાવડી રોડ: આ રહેણાંક વિસ્તારોની સોસાયટીઓમાં બોરના પાણીનું TDS સામાન્ય રીતે ૧૦૦૦ થી ૧૫૦૦ ની વચ્ચે નોંધાય છે. આ પાણી ઘણું ભારે હોય છે, સાબુનું ફીણ વળતું નથી અને નળ પર સફેદ ક્ષાર જામી જાય છે.
  • મહેન્દ્રનગર અને શનાળા રોડ: આ ઝડપથી વિકસતા વિસ્તારોમાં TDS ૧૨૦૦ થી ૧૮૦૦ સુધી પહોંચે છે. આવું પાણી સીધું પીવાથી પથરીની ગંભીર બીમારી, વાળ ખરવા અને ચામડી સૂકી પડવાની સમસ્યાઓ થાય છે.
  • લખધીરપુર રોડ અને ઘુંટુ રોડ: આ સિરામિક ફેક્ટરીવાળો બેલ્ટ છે, જ્યાં પાણીનો ક્ષાર ૨૫૦૦+ ટીડીએસ જેટલો અત્યંત વધારે જોવા મળે છે. અહી મજૂર ક્વાર્ટર્સ અને ફેક્ટરીના સ્ટાફ માટે ૨૫૦ LPH કે ૫૦૦ LPH ના હેવી કોમર્શિયલ RO પ્લાન્ટ નાખવા અનિવાર્ય બને છે.

પીવા માટે યોગ્ય TDS લેવલ કેટલું હોવું જોઈએ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નિયમો મુજબ, ૩૦ઓ થી ઓછું TDS પીવા માટે ઉત્તમ ગણાય છે. મોરબીનું બોરનું પાણી સીધું પીવાલાયક બિલકુલ નથી. એક યોગ્ય રીતે ટ્યુન કરેલ RO મશીન TDS કંટ્રોલર (મીટર) ની મદદથી શુદ્ધ કરેલા પાણીના ક્ષારને ૮૦ થી ૧૨૦ TDS ની વચ્ચે સંતુલિત કરે છે. આ માપનું પાણી પીવામાં હલકું, સ્વાદમાં મીઠું અને સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ રહે છે.