Water purifiers play a critical role in filtering out heavy metals, excess salt, and chemical impurities from our drinking water. However, like any mechanical filtration system, RO membranes and sediment filters wear out over time. Delaying servicing can expose your family to hard water contaminants and bacterial infections.
1. A Distinct Change in Water Taste or Odor
If your drinking water suddenly tastes slightly salty, bitter, or has a metallic taste, it is a primary sign that the activated carbon filter or the RO membrane has stopped absorbing chlorine and organic compounds. The sweet taste of pure water should always remain consistent.
2. Drastically Slower Water Output
Does it take twice as long to fill a water bottle or storage tank? Clogged sediment filters or pre-carbon filters restrict the water flow. If left unresolved, this puts excessive pressure on the booster pump, which can burn out the SMPS power supply.
3. Excessive Wastewater Discharge
When filter cartridges become heavily clogged, the RO system has to push more water through the waste line to filter out impurities, leading to massive water wastage. Replacing clogged cartridges instantly restores efficiency.
4. Constant Vibrations or Loud Noises
If you hear constant humming, vibrating, or clicking sounds from under the cabinet, the booster pump is struggling due to choked filter cartridges or air blocks. Prompt filter replacement prevents costly pump repairs.
5. Rise in Water Hardness (TDS Levels)
Groundwater TDS levels in Morbi are notoriously high (often 1200+). You should check your output water TDS using a digital TDS pen. If it rises above 150, the membrane is exhausted and must be replaced immediately to protect kidney health.
આપણા ઘરમાં વપરાતું RO મશીન પાણીમાંથી નુકસાનકારક કેમિકલ્સ, ક્ષાર અને ધૂળ-કચરો દૂર કરવાનું કામ કરે છે. પરંતુ સમય જતાં તેના ફિલ્ટર અને અંદરના મેમ્બ્રેન ચોક (જામ) થઈ જાય છે. જો સમયસર સર્વિસ ન કરવામાં આવે તો અશુદ્ધ પાણી પીવાને કારણે સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. તમારા ઘરનું RO ફિલ્ટર બદલવાની જરૂર છે કે નહીં, તે તમે નીચેના ૫ લક્ષણો પરથી જાણી શકો છો:
૧. પાણીના સ્વાદમાં ફેરફાર થવો અથવા દુર્ગંધ આવવી
જો પીવાનું પાણી અચાનક ખારું, મોળું કે ધાતુ જેવો સ્વાદ આપવા લાગે, તો સમજી લેવું કે મશીનની અંદરનું એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર કે મેમ્બ્રેન ખરાબ થઈ ગયા છે અને તે પાણીને શુદ્ધ કરી શકતા નથી. શુદ્ધ પાણીનો સ્વાદ હંમેશા કુદરતી અને મીઠો રહેવો જોઈએ.
૨. નળમાંથી પાણી ખુબ જ ધીમેથી આવવું
જો મશીનની ટાંકી ભરાવવામાં પહેલા કરતાં બમણો સમય લાગે, તો તે પ્રી-કાર્બન કે સેડિમેન્ટ ફિલ્ટરમાં કાદવ-કચરો ભરાવાને લીધે હોઈ શકે છે. જો આ સમયે ફિલ્ટર ન બદલાય તો બૂસ્ટર પંપ પર દબાણ વધે છે અને મોટર બળી જવાનો ખતરો રહે છે.
૩. વેસ્ટ પાણી સતત વહેતું રહેવું
જ્યારે અંદરના ફિલ્ટર્સ જામ થઈ જાય છે, ત્યારે મશીનને પાણી શુદ્ધ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેનાથી વેસ્ટ પાઇપમાંથી વહી જતું પાણી ખૂબ જ વધી જાય છે. ફિલ્ટર તાત્કાલિક બદલવાથી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
૪. મશીનમાંથી અસાધારણ અવાજ કે ધ્રુજારી આવવી
જો તમારા આરો મશીનમાંથી સતત મોટો અવાજ કે ધણધણાટી થતી સંભળાય, તો તેનો અર્થ એ છે કે બૂસ્ટર પંપ જામ થઈ રહ્યો છે. ફિલ્ટર બ્લોક હોવાથી મોટરને પાણી ખેંચવામાં તકલીફ થાય છે. જો સમયસર ધ્યાન ન આપો તો મોટી મોટર બદલવાનો મોટો ખર્ચ આવી શકે છે.
૫. પાણીમાં ક્ષાર (TDS) નું પ્રમાણ વધી જવું
મોરબીના બોરના પાણીમાં ક્ષાર ખુબ વધુ હોય છે. ડિજિટલ ટીડીએસ પેન વડે પાણી ચેક કરાવતા જો આઉટપુટ પાણીનું TDS ૧૫૦ થી વધુ આવે, તો તેનો અર્થ એ છે કે મેમ્બ્રેન ઘસાઈ ગયું છે. તેને તાત્કાલિક બદલી નાખવું હિતાવહ છે જેથી પથરીની બીમારીથી બચી શકાય.